Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોબ્રા સાપ એક કલાક સુધી રોડપર બેઠો હતો, જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસક્યુ કરાયું

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન ફાટક પાસે એક કોબ્રા સાપ એક કલાક સુધી રોડ વચ્ચે બેઠેલો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના વોલિએન્ટર્સ દ્વારા જહેમત બાદ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો, ઉકળાટ થતાં સરિસૃપ જીવો કે જે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે તે તથા જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે. શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસાની સીઝનમાં મગર તો બીજી તરફ ઝેરી તથા બિનઝેરી પ્રકારના સાપ, કોબ્રા,વીંછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે ત્યારે ગુરુવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન ફાટક પાસે રોડની વચ્ચે એક ઝેરી કોબ્રા બેસી જતાં અહીંથી પસાર થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એકાદ કલાક સુધી રોડ વચ્ચે કોબરાની બેઠક થી રસ્તે પસાર થતા લોકો અટકી ગયા હતા. બનાવની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને થતાં સંસ્થાના કાર્યકરોએ આવી થોડીક જહેમત બાદ આ ઝેરી કોબ્રાનુ રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

વડોદરા આજવા રોડ પાસે ખરાબ રસ્તા ને લઈ કાર અકસ્માત

admin

પાદરાના આવેલ અંબાજી તળાવ ખાતે દશામાંની દસ દિવસ પુજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ નિમિત્તે ધૂળેટીની ઉજવણી કરી.

admin

Leave a Comment