Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

કલેક્ટર દ્વારા નોટીસ ખાણ ખનીજને અપાતા અધિકારી ઓ એ ગઢડા મુળી મુકામે ખોટો કેસ કર્યો દાખલ

પ્લાન્ટ ઉપર પડેલ હિટાચી મશીન ને સીલ કરવામાં આવ્યું અને કામગીરી બતાવવા નો પ્રયાસ

મુળી તાલુકાનાં ગઢડા ગામે એક બંધ હાલતમાં રેતી વોશ નો પ્લાન્ટ આવેલ હોય ત્યાં એક હિટાચી મશીન છેલ્લા ૩ દિવસ થી વરસાદ ના કારણે મુકેલી હાલતમાં ખુલ્લા મેદાનમાં મા પડેલ હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારી સંજયભાઈ ગાડી નંબર બોલેરો ૮૩૮૧ લ‌ઈને આવેલ અને હિટાચી મશીન ને સિલ કરવામાં આવેલ અને રોજકામ કરવામાં આવેલ તે તમામ કાર્યવાહી ખોટીરીતે અને ગેરકાયદેસર કરવામાં આવી છે હિટાચી મશીન માલિક ને ખોટી રીતે હેરાન કરવામાં આવેલ ત્યારે આ અધિકારી દ્વારા કલેકટર ની નોટીસ ફટકારતા કેસો કરવા માટે ખાણ ખનીજ અધિકારીઓ રીતસર રઘવાયા થયા હોય તેમ ખોટી કાર્યવાહી કરી હિટાચી મશીન માલિક ને દંડ ફટકારવાની કામગીરી કરી વાહવાહી મેળવવા નો પ્રયાસ કરી રહ્યા નો બનાવ આજે સામે આવેલ છે ખાણ ખનીજ અધિકારી ઓ હપ્તા માટે હવાતિયાં મારતા હોય અને ગેરકાયદેસર ખનન વહન મા સાથ સહકાર ખનીજ માફીયાઓ ને આપતા હોય ત્યારે કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ખાણ ખનીજ અધિકારી ને તાજેતરમાં નોટીસ ફટકારી કામગીરી નો અહેવાલ મંગાવેલ ત્યારે ખોટીરીતે કામગીરી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યા છે તે શરમજનક ઘટના આજે સામે આવી છે

રીપોર્ટ મુનાફ કલાડીયા, ચોટીલા

Related posts

૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ચુડા તાલુકાનાં કરમડ ગુરુકુળ ખાતે યોજાઈ.

admin

ચુડા તાલુકાનાં કારોલ ગામે ગામ તળ વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ

admin

ચોટીલા આર.કે.સ્કૂલ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment