વડોદરામાં ચોરો પોલીસને હંફાવી રહ્યા છે,રોજે રોજ વધતા જતા ચોરીના બનાવો વચ્ચે વડોદરાના અકોટા વિસ્તારમાં કપડાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે,શાતીર ચોરે ચોરી કરવા ભગવાનનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે.ચોરે ભગવાનના ફોટાને CCTV કેમેરા સામે મૂકી તેની આડમાં ચોરીને અંજામ આપ્યો હતો આ અજાણ્યો તસ્કર દુકાનમાંથી હાથસફાઈ કરી ભાગી ગયો હતો.ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

