ચુડા તાલુકાનાં ભૃગુપુર ગામનાં વતની સોની પરીવાર તરફથી સ્કુલનાં વિદ્યાર્થીઓને ફુલસ્કેફ ચોપડાંનું વિતરણ કરાયું.
શાળા કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચોપડાઓની ખૂબ જ જરૂરિયાતો ઉભી થતી હોય છે.
ત્યારે ભૃગુપુરનાં સોની પરિવાર દ્વારા ચોપડાઓનું વિતરણ કાર્યક્રમમાં ગામનાં શૈક્ષણિક સંકુલોમાં કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સોની પરિવારે જણાવ્યું હતું કે ચોપડા વિતરણ કરવું કોઈ મોટી વાત નથી પરંતુ આપણા વતનનાં દરેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને સારું શિક્ષણ મેળવીને સંસ્કારનું જતન કરે અને વતન પ્રત્યેનો ભાવ જાગે અને આમાંથી પ્રેરણા લઈ બીજાને ઉપયોગી થાય તે આશયથી આ પુસ્તકનું વિતરણ કરાયું છે.
સંસ્કાર વગરનું શિક્ષણ ઝેર સમાન છે.
અન્નદાનથી ચડિયાતું વિદ્યાદાન છે. અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે ચોપડા વિતરણ કાર્યક્રમથી હજારો પરિવારોનાં ચહેરાઓ ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિનાં આયોજકોને ધન્યવાદ આપી ખુશી વ્યક્ત કરતા અનેકો મહાનુભવો તથા જગદીશભાઈ, હિંમતભાઈ,ગજુભા લીંબોલા, ભીખુભાઈ જાની, રણજીતભાઈ તથા ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર

