છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામના એક યુવકને સગીર કિશોરી સાથે પ્રેમ સબંધ બાંધવાનું પડ્યું ભારે કિશોરીના પિતાએ તેના સબંધીઓ સાથે મળી મોતને ધાટ ઉતારી દીધો અને તેમની કરતૂત છૂપાવવા માટે તેને લોહી લુહાણ હાલતમાં ઉચાપન ગામ નજીક રોડ પર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી પણ તેમનીએ કોશિશ નાકામયાબ નિવડી.
ઉચાપન ગામ નજીક રોડ પર એક યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ પડેલ હોઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પહેલી નજરમાં એક લાગતું હતું કે અકસ્માતના કારણે યુવકનું મોત થયું હશે. પોલીસ પણ ધટના સ્થળ પર પહોંચી હતી. અને યુવક કોણ છે. તેની તપાસ ચાલી રહી હતી. ત્યારે ખબર પડી કે કીકાવાડાનો વૈરાગ નામનો યુવક છે. અને ત્યાર પછી વૈરાગના પિતા ભારત ભાઇ ઉપર ગામના એક વ્યક્તિનો ફોન આવ્યો કે તે ઉચાપાણ રોડ પર તેવો આવે અને સાથો સાથ એ પણ જણાવ્યું હતું. કે તમારા જ પરિવારના યુવકની લાશ રોડ પર પડેલ છે. પિતા ભારત ભાઇ અને તેમના સબંધી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યા પિતા એ તેના પુત્ર વૈરાગની લાશ હોવાનું જણાવ્યું.જોકે તેનું મોત કેમ કરીને થયું એ બાબત સમજમાં આવતી ન હતી. અને ત્યાંજ વૈરાગનો મિત્ર જયરાજ પણ ત્યાં હતો. તેને મૃતક વૈરાગના પિતાને જણાવ્યું કે તેનું અકસ્માતમાં મોત નહિ પણ તેની હત્યા થઈ છે. અને તે પણ જેસીંગપૂરા ગામના મુકેશ હરિજન અને તેના બે સબંધી દ્વારા હત્યાં કરવા માં આવી છે.
યુવકની હત્યા કેવી રીતે કરવામાં આવી તે તમામ વિગત વૈરાગના મિત્ર જયરાજે જણાવી જે આધારે મૃતકના પિતા ભારત ભાઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
વાત કઈક એમ છે કે બોડેલી તાલુકા ના કીકાવાડા ગામે રહેતા વૈરાગ નામના યુવક ને તેની નજીકના એક ગામની એક સગીર કિશોરી સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ વારંવાર એક બીજાને મળતા હતા. તા.19 /8 ના રોજ સાંજના 8 .00 વાગ્યાના સમયે વૈરાગ તેના પરિવાર સાથે હતો. તે સમયે એક ફોન આવ્યો અને વૈરાગ હું મારા મિત્ર ને મળવા જાઉં છું તેમ કહી ધરેથી નીકળી ગયો હતો. મોડી રાત્રિ સુધી વૈરાગ ધરે પરત ન આવતા પરિવારના લોકો સુઈ ગયા હતા. આ બાજુ વૈરાગ તેના મિત્રને જયરાજ ને બોલાવ્યો અને બંને તેની મોટર સાઇકલ પર ઉચાપાણ જેસીંગપૂરાની હાઇસ્કૂલ પાસે પહોંચ્યા. વૈરાગ અને સગીર કિશોરી હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં જતા રહ્યા. મોડી રાત સુધી બંને બહાર ન આવતા જયરાજ બાજુની દીવાલ પાસે સંતાઈ ને બેસી રહ્યો હતો. લગભગ 12.30 નો સમય હશે કિશોરીનો પિતા અને તેના બે સબંધી ત્યાં આવ્યા અને બંને ને પકડી પાડ્યા. કિશોરીને તેનો પિતા મુકેશ તેના ધરે લઇ ગયો અને વૈરાગને મુકેશના સંબંધી તેને માર મારી રહ્યા હતા. કિશોરીને ઘરે મૂકીને તેનો બાપ પણ આવી જતા માર મારતાં બચાવો બચાવોની બૂમો વૈરાગ પાડતો હતો. હાઇસ્કૂલ ગામથી દુર હોઈ તેની બૂમો કોઈને સંભળાઈ તેમ ન હતી. જે બૂમો તે એકલો જયરાજ સાંભળતો હતો. પણ તે બચાવી માટે જાય તો તેને પણ માર પડે તેમ હોઈ તે ગભરાઈ ગયો હતો. અને ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો. તેને અંદાજ પણ ન હતો કે વૈરાગ ને એટલો માર મારશે કે તેનું મોત થઈ જશે. ગભરાયેલ જયરાજ તેના સબંધી lને ત્યાં જઈ સુઈ ગયો હતો. અને જ્યારે તેને સવારે ખબર પડી કે તેના મિત્રની હત્યા થઈ ગઈ છે. ત્યારે મિત્રના હત્યારાઓના નામ અને કેવી રીતે હત્યા કરી તે તમામ બાબત વૈરાગના પિતાને જણાવી દીધી.
રાત્રિના અંધકારમાં ખૂની ખેલ કરતા ત્રણ હત્યારાઓને એ ખ્યાલ ન હતો. કે જે બે રહેમી પૂર્વક તેને માર મારી રહ્યા છે. તેની જાણ તેના મિત્ર ને થઈ રહી છે. કિશોરીના પિતા અને તેના બે સબંધીઓએ આખરે તેને મોતને ઘાટ ઉતરી દીધો અને તેને નજીકના રોડ પર લાવી છોડી દીધો. લોકોને એવું લાગે કે કોઈ અકસ્માતમાં તેનું મોત થયું છે. પણ તેમની આ યુક્તિ કામ ન આવી.અને પાપ છાપરે ચડીને પોકારે છે. તેમ તેમની કરેલ કરતૂતનો પર્દાફાસ થઈ ગયો છે.
હાલ તો કિશોરીના પિતા મુકેશ હરિજન કાકા કારિયા કુતરવભાઈ હરિજન અને ગણપત ભાઈ રાયાસિંગ ભાઈ હરિજન કે જેમની ઉપર હત્યાનો આરોપ લાગ્યો છે. તે તમામ લોકો હાલ તો ફરાર છે. તેમને પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

