31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતી મેળવવા માટે ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ 2024-25 માં ડિજીટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઇન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે. જે કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે. અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવા સંભવ છે. તો આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઇન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં એ સંબંધે સુધારા કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી હતી.

Related posts

છોટાઉદેપુરના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની વિગતો મેળતા પ્રભારી મંત્રી ભીખુસિંહ

admin

છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે નોફિલ મેમણ વકીલનો ભવ્ય વિજય

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ પાસેથી કિંમત રૂપિયા ૩૨,૭૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment