27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

ચુડાનાં મોજીદડમાં ગણેશચતુર્થીનાં તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

ગુજરાત ભરમાં ગણેશચતુર્થી એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર બની ગયો છે.

ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ અહીં મોજીદડ રામજી મંદિર ચોકમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઢોલ,નગારા અને ત્રાસા સાથે ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે આસ્થાભેર ઊજવણી કરવામાં આવી રહી છે.

લાઇટ ડેકોરેશન સહિતના સુશોભનથી શણગારેલા પંડાલમાં ઋષિ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક કર્મ કરીને સાથે આરતી પૂજન પ્રસાદ સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠનાં મહંત લાલદાસબાપુની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ સત્સંગનો લાભ લીધો હતો.

ત્યારબાદ દરરોજ આરતી,સત્સંગ, સત્યનારાયણની કથા,રાસ ગરબા સહીતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ સમગ્ર કાર્યક્રમમાં મોજીદડ ગણપતિ યુવક મંડળ તથા ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

અમદાવાદ તરફ જતી કારનો કપુરાઇ ચોકડી નજીક અકસ્માત

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Roulette Deutschland Turnier: Alles, was Sie wissen müssen

admin

Leave a Comment