Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના ડભોઇ તાલુકાના કાયાવરોહણમાં બની

ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના વડોદરાઃ ‘તમારા ખાતામાં 40 કરોડનો ફ્રોડ’ કહી ડિજિટલ અરેસ્ટઃ ગભરાયેલા ખેડૂતનો આપઘાત ખેડૂતે દવા પીને ભત્રીજાને કહ્યું, પોલીસના ફોન આવ્યા કરતા હતા માટે પગલું ભર્યું

ડભોઇ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ .દર પાંચ મિનિટે કોલ કરીને ધમકી આપતા હતા દર 5 મિનિટે કોલ કરાતા, ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા અતુલકાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા.

તે સવારે 10 વાગે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના અંશ પટેલ, મૃતકના સંબંધી પહેલાં માળે જતા રહ્યા હતા. મેં નીચેથી સાંભળ્યું હતું. તે વાત કરતા હતા કે, ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે. કાર્યવાહી કરાશે. જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે, ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે. તે ખૂબ ગભાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો.કેન્દ્રસરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ અરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાઇબર ફ્રોડમાં લોકોએ 2746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે એડીનો ગુનો દાખલ થયો છે હજુ સુધી લોકો ફરિયાદ થઈ નથી

Related posts

ન્રુત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા “સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું આયોજન

admin

સાવલી તાલુકાના મોક્સી ગામની સીમના ખેતર માંથી શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો

admin

વડોદરાના સયાજી હોસ્પિટલની નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

admin

Leave a Comment