30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ન્રુત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા “સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું આયોજન

નૃત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા “સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જે નૃત્ય જગતના બે નામાંકિત પુરુષ નૃત્ય વિદ્વાનોને સમર્પિત હતું. પ્રથમ, પ્રોફેસર મોહન ખોખર, જે નૃત્ય વિભાગના પ્રથમ વડા રહ્યા હતા, અને બીજા, પદ્મભૂષણ પ્રોફેસર સી.વી. ચંદ્રશેખર, જેમણે નૃત્ય વિભાગના વડા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ભૂતપૂર્વ ડીન તરીકે સેવા આપીને એક અમૂલ્ય વારસો છોડ્યો છે.

આ મહોત્સવમાં માત્ર પુરુષ નૃત્યકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓએ શિવ સ્તુતિ રજૂ કરી, જે ડૉ. દિવ્યા પટેલ અને દયુતિ પંડ્યા દ્વારા સંયુક્તપણે કોરિયોગ્રાફ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, મુંબઈના પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યકાર શ્રી પવિત્રા ભટ્ટ દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ડૉ. નીલેશ પારેખે પણ ભવ્ય ભરતનાટ્યમ પ્રસ્તુતિ આપી હતી. આ ઉપરાંત, શ્રી ચૈતન્ય મંગલાએ કથકની શ્રેષ્ઠ રજૂઆત કરીને મહોત્સવને શોભાવ્યો હતો.

Related posts

વડોદરાના શ્રદ્ધાળુ શિવભક્તો દ્વારા શ્રાવણ માસના સોમવારે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

admin

શ્રી કૃષ્ણમ્ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના ગોરવા ખાતે સતત ચોથા વર્ષે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન

admin

વડોદરા શહેરના ચકલી સર્કલ થી નંટુભાઈ સર્કલ જતાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો.

admin

Leave a Comment