ડભોઈ જ્યાં લોકો સાજા થવા આવે છે, તે ડભોઈની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ અત્યારે પોતે જ ‘બીમાર’ હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ચારેતરફ લીલ જામી ગઈ છે, જેના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હોસ્પિટલની ગંભીર પરિસ્થિતિ ગંદકી અને દુર્ગંધ: હોસ્પિટલના પરિસરમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેવાને કારણે લીલ બાઝી ગઈ છે. આ લીલના કારણે ઉઠતી અસહ્ય દુર્ગંધથી દર્દીઓ અને સ્ટાફ તોબા પોકારી ઉઠ્યા છે.
મચ્છરોનો ભારે ઉપદ્રવ: ગંદા પાણી અને લીલના કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધ્યો છે. જે હોસ્પિટલમાં લોકો ઝાડા-ઉલટી કે અન્ય બીમારીની સારવાર લેવા આવે છે, ત્યાં જ તેમને મચ્છરજન્ય રોગો થવાનો ભય સતાવી રહ્યો છે પાણીનો વેડફાટ: તંત્રની બેદરકારીને કારણે અનેક જગ્યાએ પાઈપલાઈનમાં લીકેજ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે, લાખો ગેલન ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે અને બહાર ગંદકી ફેલાવી રહ્યું છે હજારો દર્દીઓ પ્રભાવિત: આ હોસ્પિટલમાં ડભોઈ શહેર અને તાલુકાના ગામડાઓમાંથી રોજના 1,000 થી વધુ દર્દીઓ ડાયાલિસિસ, કસરત કે અન્ય ગંભીર સારવાર માટે આવે છે. આ તમામ લોકોને ગંદા પાણીમાંથી પસાર થઈને હોસ્પિટલમાં પ્રવેશવું પડે છે સરકાર આરોગ્ય માટે કરોડોના બજેટ ફાળવે છે, પણ અહીં તો સામાન્ય લીકેજ બંધ કરવાની તસ્દી પણ તંત્ર લેતું નથી. હોસ્પિટલમાં સારા થવા આવીએ છીએ કે વધુ બીમાર પડવા?” – એક રોષિત દર્દીના સ્વજનહોસ્પિટલ પ્રશાસન લાખો ગેલન પાણીનો વેડફાટ અને ફેલાતી ગંદકી કેમ જોઈ શકતું નથી શું કોઈ મોટી બીમારી ફાટી નીકળે પછી જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે?
લીકેજ રિપેર કરવામાં તંત્રને કઈ નડતરરૂપ બાબત રોકી રહી છે ડભોઈની જનતાની માંગ છે કે વહેલી તકે આ લીકેજ બંધ કરવામાં આવે અને કમ્પાઉન્ડમાં જામી ગયેલી લીલની સાફ-સફાઈ કરવામાં આવે. જો તંત્ર હજુ પણ નહીં જાગે, તો આ હોસ્પિટલ પોતે જ રોગચાળાનું કેન્દ્ર બની જશે તેમાં કોઈ શંકા નથી.

