નવરાશની પળમાં વૃદ્ધો કે બાળકો મનને પ્રફુલ્લિત કરવા માટે બગીચામાં જતા હોય છે. પરંતુ એ સુવિધા પણ બોડેલી ગામના લોકોના નસીબમાં નથી. છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાં આવેલ બોડેલી ગામ અને તેને અડીને આવેલ અન્ય ત્રણ વચ્ચે ફકત એક જ બગીચો આવેલ છે. અને તે પણ જાણે હવે વેરાણ ભાષી રહ્યો છે.
વર્ષો પહેલા બોડેલીમાં એક બગીચો બનાવવામાં આવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે આજે આ બાગની દૂરદશા જોવાઈ રહી છે. બગીચામાં જતા કોઈનું પણ મન પ્રફુલ્લિત બને પરંતુ આ બાગમાં કોઈ વ્યક્તિ આવે તે તરતજ બાગની બહાર જતો રહે કેમ કે અહી ફૂલોની સુગંધને બદલે ભરાયેલ પાણીથી દુર્ગંધ મળે છે. અહી મૂકેલ બાકડે બેસવું હોઇ તો તેને પગ ઉપર લઇને બેસવું પડે અને વધુમાં મચ્છરોનો ત્રાસ જોકે બાકડા સુધી જવું હોય તો ચોકકસ પાણીમાં થઈને તો જવુજ પડે. ભરાયેલ પાણી શ્વનોને પીવાના પાણી માટે કે પછી ન્હાવા માટે કે પછી આરામ કરવા માટે વયવસથા કરી હોઇ તેમ લાગી રહ્યું છે.
એક સમયે આ બગીચો હરો ભરો લાગતો હતો. રંગબેરંગી પાણીના ફુવારા ઉડતા હતા. સાંજના સમયે લાઈટિંગ કરવામાં આવતી હતી. રમત ગમતના જે સાધનો મૂકવામાં આવ્યા છે. ત્યાં બાળકોની કિક્યારી સંભળાતી હતી. પણ હવે એવું કાઈ નથી. બાળકોને હીંચકા પર બેસાડવું હોઇ તો તે તે જોખમ કહી શકાય કારણ જે ઝૂલા લગડવામાં આવ્યા છે. તેની સાકળોને બોલ્ટ મારી લટકાવી દેવામાં આવ્યા છે. ફુવારા પાણી વગર ખાલી છે. ફૂલના છોડ સુકાઈ રહ્યા છે. તો વિચારો કે અહી કોઈ આવે ખરા ? લોકો નું કહેવું છે કે હવે આ વિસ્તારના લોકોને સારી સુવિધા મળે તે માટે નગર પાલિકાની માંગ કરી રહ્યા છે.
બાગની બિલકુલ બાજુમાં જ મંદિર આવેલ છે. પણ અહી આવતા દર્શનાર્થીઓ પણ દુર્ગંધ થી પરેશાન છે. મનની શાંતિ માટેનો બાગ તો હવે વેરાન બની ગયો છે. પણ મંદિરમાં આવતા શ્રદ્ધાળુ માટે પંચાયતના હોદ્દેદારો કાંઈક વિચારે તેવું લોકોનું કહેવું છે.
બોડેલી સહિત ચાર ગામના લગભગ 35 હજાર જેટલા લોકો માટે એક બાગ જે વર્ષો પહેલા લાખોનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યો હતો. અને આજે પણ તેના રીનો વેશન માટે પંચાયત ખર્ચ કરે છે. પરંતુ કરવામા આવેલ ખર્ચ ક્યાં પણ જોવાતો નથી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

