36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સરકારનો ગામડે ગામડે વિકાસનો થયો હોવાનો દાવો પરંતુ અંતરયાડ વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા થી વંચીત

ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા ભલે સરકાર ના હોય પણ છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામના લોકો આજે પણ આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્ય પ્રદેશને અડીને આવેલ બિલવાંટ ગામની લગભગ 1000થી વધુની વસતી આવેલ છે. પણ વર્ષોથી આ ગામના લોકોને રોડની સુવિધા નથી મળી. આજે પણ અહીં લોકો કાચા રસ્તેજ બે કિમી દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે. કાચો રસ્તો હોય ચોમાસા ના સમયે બે કિમી રસ્તો કાપવો ખૂબ કઠિન બને છે.

કાચો રસ્તો હોય અહીં ચોમાસાના સમયે 108ની ગાડી આવી શકતી નથી..એટલે ના છૂટકે ગામ લોકો કોઈ બીમાર કે પ્રસૂતા મહિલા હોય તેને ઝોલાંમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે. ગામના બાળકોને પણ આજ રસ્તા પર થઈ સ્કૂલ જવું પડે છે. જેમણે પાસે બાઇકની વયવસથા હોય તે બાઇકનો ઉપયોગ કરે જેમણે પાસે બાઇકની વયવસથા ના હોય તેમને ઉબડ ખાબડ રસ્તા પર થી જ પસાર થવું પડે છે . આવી તમામ મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો તેમના માટે રસ્તાની માંગ કરી રહ્યા છે.

આ ગામના લોકોની ખાસ તકલીફ એ છે કે બે કિમીના આ માર્ગ જંગલ વિસ્તાર માંથી પસાર થતો હોય રાત્રીના સમયે તો આ વિસ્તાર માંથી અવર જવર કરવું જોખમી ગણાઈ છે. કારણ કે આ વિસ્તારના જંગલી જાનવરો નો ડર ખૂબ છે. જેને લઇ રાત્રિની અવર જવર લોકો ટાળે છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવા ના દાવા કરતી સરકાર આ વિસ્તારની જમીન હકીકત ને નિહાળો અને રસ્તાથી વંચિત ગામ લોકો સુધી પાકા રસ્તા ની સુવિધા પહોંચાડો તેવી ગામ લોકોની માંગ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નવી દિલ્હીથી એકતા નગર સુધી ચાલતી ટ્રેન ના સમયપત્રકમાં સુધારો કરવાની માંગ સાથે સાંસદે કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખી રજુઆત કરી

admin

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુરના વસેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

admin

બિનઅધિકૃત રીતે ખનીજ ખનન કરનાર સામે કડક પગલાં લેતા ભુસ્તરશાસ્ત્રી

admin

Leave a Comment