વડોદરા શહેરમાં ફેલાઈ રહેલ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ આવી રહ્યું છે. આજરોજ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સુરસાગર પાસે ખાણીપીણીની લારીઓ ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓની ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પાણીપુરીની લારીઓ પર અસ્વચ્છ માલ એટલે કે અનહાઇજેનિક મટીરીયલ મળી આવ્યું હતું તેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના કારણે ક્યાંક ને ક્યાંક પાણીપુરી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી હતી. પાણીપુરીના વિક્રેતા એ જણાવ્યા મુજબ તેમને દસ દિવસ માટે લારી બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરસાગર ખાતે વારંવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ આ પાણીપુરીના લારીઓ વાળા ઓ વધુ નફો મેળવવા માટે તળેલા બટાકા ચણા કલર વાપરતા હોય છે દર વખતે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને તેઓનો અસ્વચ્છ માલ એટલે કે અનહાઇજેનિક મટીરીયલ મળી આવ્યું હતું તેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો

