ડભોઇ સમગ્ર વિશ્વમાં આજે 14 ફેબ્રુઆરીના રોજ ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. પશ્ચિમી દેશોમાંથી શરૂ થયેલી આ પરંપરા હવે ભારતમાં પણ વણાઈ ગઈ છે, જ્યાં પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિયજન પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરે છે જોકે, ઐતિહાસિક નગરી ડભોઇમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કંઈક ખાસ અને ઇતિહાસના પાનાઓ સાથે જોડાયેલી જોવા મળે છે 500 વર્ષ જૂનો અમર પ્રેમ: હીરા કડિયો અને તેન રાણી જ્યારે આજના યુગમાં લોકો મોંઘી ભેટ સોગાદો આપી પ્રેમ વ્યક્ત કરે છે, ત્યારે ડભોઇમાં 500 વર્ષથી પણ વધુ જૂની એક અમર પ્રેમ કહાણી આજે પણ તેના સ્થાપત્યો દ્વારા જીવંત છે.
ડભોઇના જગવિખ્યાત કિલ્લાના નિર્માણ સાથે જોડાયેલી શિલ્પી હીરા કડિયા અને તેન રાણીની પ્રેમકથા આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. હીરા કડિયાએ પોતાની પ્રિયતમા તેન રાણીની યાદમાં બનાવેલા સ્થાપત્યો અને હીરા ભાગોળ (હીરા ગેટ) આજે પણ આ અતુટ પ્રેમના સાક્ષી પુરાવે છે મોંઘા ગુલાબ અને બદલાતો ટ્રેન્ડ વેલેન્ટાઇન ડે નિમિત્તે ડભોઇના બજારોમાં સવારથી જ રોનક જોવા મળી હતી. બજારમાં લાલ ગુલાબના ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં, પ્રેમીઓએ ભાવની પરવા કર્યા વગર પોતાના સાથી માટે ફૂલો અને ગિફ્ટ્સની ખરીદી કરી હતી. જોકે, સમયની સાથે ઉજવણીની રીત પણ બદલાઈ રહી છે નવો ટ્રેન્ડ: હવે માત્ર ફૂલો કે ગિફ્ટ આપવાને બદલે, યુવા વર્ગમાં હોટલો અને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ કરવાનું ચલણ વધ્યું છે.
મુલાકાતીઓ: અનેક યુગલો આ ખાસ દિવસે ડભોઇના ઐતિહાસિક કિલ્લા અને હીરા ભાગોળની મુલાકાત લઈ, આ ઐતિહાસિક વારસાની સાક્ષીએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા.ઐતિહાસિક વારસો ધરાવતા ડભોઇમાં આધુનિકતા અને ઇતિહાસનો આ અનોખો સંગમ વેલેન્ટાઇન ડેને વધુ ખાસ બનાવે છે.

