32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા મથકે હોળીના રામઢોલ ઢબુકયા શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો

રામઢોલ ત્રાંસા અને પીહા સાથે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ ઝુમી ઉઠી હતી.

      છોટાઉદેપુર નગર ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે શનિવારના જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો હતો. જેમાં અંદાજીત 6 હજારથી વધુ આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.  અને રામઢોલ, પાવા, કરતાલો, ત્રાંસા સાથે એકજ જેવા પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અને અલંકારો પહેરી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી. જેમાં છોટાઉદેપુરના કોળી, આત્રોલી, પાડલીયા, રંગપુર, કાછેલ, ચીલીયાવાટ, ખૂંધા પીપળા, અંબાલા ગાંઠિયા, વગેરે ગામની ટુકડીઓ અલગ અલગ પહેરવેશમાં આવી હતી.  અને નાચગાન કરી ઉમંગ ઉત્સાહ સાથે ભંગોરીયાનો આનંદ માણ્યો હતો. વર્ષો જૂની પરંપરા મુજબ એકજ પહેરવેશમાં સજ્જ થઈ આદિવાસી યુવાનોએ નાચગાન કરી આજે પણ આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે.  આદિવાસી આજે પણ જૂની પરંપરા અને પ્રણાલી ને ભૂલ્યો નથી અને પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે
       છોટાઉદેપુર  90 ટકા%  આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.  જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળી પર્વનું છે.  હોળીનો પર્વ ધામધૂમ પૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે.  હોળી ના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં ભરતા અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગોરીયાનો હાટ કહેવાય છે.  જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા જેમ કે કપડાં, બુટ ચપ્પલ, મસાલા, વાસણ, અનાજ કરીયાણુ ખરીદવા  અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે. જેના ભાગરૂપે આજરોજ શનિવારના દિવસે છોટાઉદેપુર ખાતે તાલુકાના અલગ અલગ ગામની  નૃત્ય મંડળીઓ રામ ઢોલ ત્રાંસા  સાથે ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી.  

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર એપીએમસી હોલ ખાતે આશીર્વાદ સંમેલન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ

admin

છોટાઉદેપુર તાલુકાના ખુટાલીયા ગામે ગામસાય પેઢી બદલવા માટે ગામસાય ઈંદની ઉજવણી

admin

છોટાઉદેપુરના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની વિગતો મેળતા પ્રભારી મંત્રી ભીખુસિંહ

admin

Leave a Comment