30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ક્રાઇમગુજરાત

તીરૂચાપલ્લી સ્પેશ્યલ એક્સ ટ્રેનમાં મુસાફરી કરતી લેડિઝ પર્સનું સોનાના દાગીના મો.ફોન સહિતની ચોરી કરી નાસી જનાર મહિલા આરોપી તથા એક ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત, વડોદરા યુનિટ (જી.આર.પી)

તા.૨૭/૦૨/૨૦૨૫ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે ટ્રેન નં. ૦૯૪૧૯ તીરૂચીરાપલ્લી સ્પે. ટ્રેનમાં કોચ નં. એસ/૮ સીટ નં. ૧૦ ઉપર મુસાફરી કરતા પેસેન્જરનું લેડિઝ પર્સ ચોરી કરી નાસી ગયેલ જે આધારે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુ.ર.નં.૧૧૨૧૨૦૦૮૨૫૦૧૧૫/૨૦૨૫ BNS કલમ ૩૦૫(સી) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો
ચોરી કરનાર આરોપીઓને પકડી પાડી તેઓની અંગઝડતીમાંથી સોનાના દાગીનાઓ મંગળસુત્ર, ચેઇન, બ્રેસલેટ, બંગડી, અંગુઠીઓ તથા એક મો ફોન મળી કુલ કિંમત રૂ.૧૮,૪૫,૫૯૫/- ની મત્તાનો મુદામાલ મળી આવતા
પંચનામા વિગતે તપાસ અર્થે કબ્જે કરી એક મહિલા તથા એક ઇસમને B.N.S.S.કલમ ૩૫ (૧) જે મુજબ કાયદેસર કાર્યવાહી કરી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ

(૧) વિષ્ણુભાઇ S/O રામાભાઇ જાતે.કંકોડીયા ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. હાલ. તાપી નદીના ઉત્તર તરફ આવેલ માનસરોવર બિલ્ડીંગ સામે આવેલ ઓવરબ્રિજ નીચે ફુટપાથ ઉપર અમરોલી સુરત. મુળ.ગામ. છાપી તા.વડગામ જી.બનાસકાંઠા.

(૨) બરખાબેન ઉર્ફે વર્ષા W/O રણજીતભાઇ ગણેશભાઇ જાતે. દંતાણી ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે. હાલ. નારાયણનગર વાસણા રોડ અમદાવાદ. મુળ. રહે. ગોધાઇગામ તા.ધોળકા જી.અમદાવાદ

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત

admin

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી

admin

ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું

admin

Leave a Comment