30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું

ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, આ મીટરથી ગ્રાહકોને તેમના વીજ વપરાશની માહિતી મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી મળી રહેશે.

સ્માર્ટ મીટરથી વીજ વપરાશની સચોટ માહિતી પ્રાપ્ત થાય છે અને તે ડિસ્ટ્રિબ્યુશન કંપની સાથે સીધી સંચાર કરે છે, જેનાથી વીજ કંપનીઓને વિવિધ વિસ્તારોની વીજ માંગને સમજી તેની યોગ્ય આયોજન કરવામાં મદદ મળે છે.

વડોદરામાં, ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં 27,400 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હાલમાં, કૃષિ ગ્રાહકો સિવાયના તમામ વર્ગના ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા દરમિયાન, પ્રથમ ગ્રાહકની વિગત, મીટરની માહિતી અને અન્ય વિગતો એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ, નવા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરીને, જૂના અને નવા મીટરની માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવે છે, અને ગ્રાહકને તેની નકલ આપવામાં આવે છે.

સ્માર્ટ મીટરથી ગ્રાહકોને તેમના વીજ વપરાશનું રિયલ-ટાઇમ મોનિટરિંગ, આર્થિક બજેટ અનુસાર વીજ વપરાશનું આયોજન અને વીજ ઉપકરણોમાં ખામીના કારણે થતો અચાનક વીજ વપરાશ વધારો જાણવામાં સરળતા મળે છે.

Related posts

વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં યુવકનો આત્મહત્યાના પ્રયાસને ફાયર-પોલીસે નિષ્ફળ બનાવ્યો

admin

તંત્રની ઘોર બેદરકારી ડભોઈ-કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ

admin

ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતું નેટવર્ક ઝડપાયું, ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

admin

Leave a Comment