Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વગર વરસાદે પડેલા ભૂવામાં ટ્રક ફસાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે અને શિયાળો શરૂ થઈ ગયો છે તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વાઘોડિયા રોડ પર દર્શનમ વર્ટીકા પાસે પડેલા ભુવામાં રેતી ભરેલી ટ્રક ફસાઈ જતા રોડ સાંકડો થઈ જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે અહિયાં છેલ્લા 5 મહિના થી ડ્રેનેજ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું. જેનું યોગ્ય પુરાણ ન કરાયું હોઇ ત્યાં થી રેતી ભરીને પસાર થતી ટ્રકનુ પાછળનુ ટાયર માટી માં ખૂપતા ભૂવા એ આકાર લીધો હતો. જેને જેસીબી ની મદદ થી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી. ત્યારે ઘટના ને લઈ ને તંત્ર ની કામગીરી સામે સ્થાનિકો એ રોષ ઠાલવ્યો હતો.

Related posts

કેવડિયા કોલોની ખાતે ચૈતર વસાવાના આંદોલનમાં સરમર્થ આપવા જતા કરજણના કાર્યકારોની પોલીસે કરી અટકાયત.

admin

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર પૂરપાટ ઝડપે કારની રિક્ષાને ટક્કર મારી

admin

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અભિષેક આરતી કરી

admin

Leave a Comment