Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો

ડભોઈ, કાયાવરોહણ અને કરજણ વિસ્તારના ગ્રામજનો માટે ખુશીના લહેર આગામી 15 માર્ચ 2026, રવિવાર થી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમુ (DEMU) ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહની વિગતો આ ટ્રેન સેવાને બે અલગ-અલગ સ્થળોએથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે:

​મિયાગામ કરજણ ખાતે: ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને ડભોઈ જવા માટે રવાના કરશે.ડભોઈ ખાતે: છોટા ઉદેપુરના માનનીય સાંસદ શ્રી જશુભાઈ ભીલુભાઈ રાઠવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને મિયાગામ કરજણ જવા માટે લીલી ઝંડી બતાવશે. ટ્રેનનો રૂટ અને સેવા
​ઉદ્ઘાટન બાદ, આ ટ્રેન તેની નિયમિત સેવામાં નીચે મુજબના રૂટ પર દોડશે મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર મુસાફરોને થનારા ફાયદા વહેલી અને સરળ મુસાફરી: સ્થાનિક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વડોદરા (પ્રતાપનગર) પહોંચવું સરળ બનશે.
​કનેક્ટિવિટી: ડભોઈ અને કરજણ વચ્ચેનું અંતર રેલવે માર્ગે જોડાતા વેપાર અને પરિવહનને વેગ મળશે.કાયાવરોહણના શ્રદ્ધાળુઓ માટે સુવિધા: આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સુલભ બનશે.

Related posts

વડોદરા શહેરના ખોડીયાર નગર–દરજીપુરા મુખ્ય માર્ગ પર ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત

admin

ડભોઇ પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઈન ડે વચ્ચે હીરા કડિયા અને તેન રાણીની અમર પ્રેમગાથા આજે પણ જીવંત

admin

શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૫ ઓગસ્ટ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment