33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓ કબડ્ડીની ટીમ અમરાવતીમાં વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેશે

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓ કબડ્ડીની ટીમ અમરાવતી માં સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેવા વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયા હતા.

કેપ્ટન માનસી પ્રિયદર્શીની આગેવાની હેઠળ, 12 સભ્યોની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓનો જેમાં દિપ્તી ગોહિલ,શગુફ્તા સૈયદ,ઈશા વણકર, માનશી શાહ, હર્ષિતા ભારદ્વાજ,કાવ્યા દેસાઈ, ઝલક સોની, સોનુ પારીક,અમિષા પવાર, ધારા પટેલ અને ધનશ્રી પાટીલ દ્વારા કબડ્ડી ને ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યું છે.

તેમની પ્રથમ નોકઆઉટ મેચ તેઓ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર ટીમ સામે ટકરાશે.ઉચ્ચ મનોબળ અને સખત તાલીમ સાથે, MSUની ટીમ કોઈપણ સ્પર્ધાનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.

આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં 50 થી વધુ ભાગ લેનારી યુનિવર્સિટીઓ છે, જેમાં એમ એસ યુનિવર્સિટી ટીમ રાત્રે 8:00 વાગે વડોદરા રેલ્વે સ્ટેશનથી રવાના થઈ હતી, આ ટીમ આગળ આગળ વધી વડોદરા સહિત ગુજરાતનું નામ રોશન કરશે.

વધુમાં આ 12 વિદ્યાર્થીનીઓ ને ઉત્કર્ષ તાલીમ આપવામાં આવી છે, આ તમામ ખર્ચ M.S યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને મેટ પર રમવા ના સાધનો સહિત ટ્રેક સૂટ સાથે વડોદરા થી અમરાવતી જવા અને આવવાનું તમામ ખર્ચ M.S યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

સ્પોર્ટસ બાઇકનો શોખ માણસને પડી ગયો મોંઘો: ચોરીની CBR બાઈક સાથે પકડાયો

admin

વડોદરામાં પેન્શનરોની હક્ક સુરક્ષા માટે રજુઆત, અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ હેઠળના વિસ્તારમાં મકાનો ઝૂંપડા તોડી પાડતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબત કલેકટરને આવેદનપત્ર

admin

Leave a Comment