43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્લેન ક્રેશમાં માંજલપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા. અમદાવાદથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. જેમાં અનેક મુસાફરોના મોત થયા છે. આ ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફિનમાં ઘરે લાવવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ઘર પાસે પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘર બહાર આવી પહોંચ્યા હતા.અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર-જિલ્લાના 32 જેટલા મુસાફરોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બાદ મૃતકોના જે તે સ્થિતીમાં મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઝવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતક અને તેમના પરિજનોના ડીએનએ મેળવીને મૃતદેહની ઓળખ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃતક મહિલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતા આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને કોફિનમાં લાવવામાં આવ્યો છે. કલ્પનાબેન પોતાના લંડનમાં રહેતા પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા હતા. તેઓ લંડન જવા માટે ખુબ ખુશ જણાતા હતા. અને તે ખુશી તેમણે નજીકના લોકોને જણાવી હતી. પરંતુ વિધિએ કંઇ બીજુ જ લેખમાં લખ્યું હતું. અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતાની સાથે જ તેમનું મૃત્યું થઇ ગયું હતું.

Related posts

વડોદરામાં આવેલ એસ એસ જી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અને પરીવારજનોને તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરવા આવેદન પત્ર

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કોર્પોરેશનના જેસીબીને અકસ્માત સર્જ્યો

admin

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકસભા બાદ મુલતવી, 19 તારીખે ફરી મળશે

admin

Leave a Comment