વડોદરાના દરજીપુરામાં રહેતો યુવાન દીપેન પાંચ દિવસ પહેલાં રહસ્યમય રીતે ગમ થયો હતો,દરમિયાન લાપત્તા દીપેનની અનગઢ પાસેથી મહીસાગરમાંથી કાર મળી આવ્યા બાદ આજે કાલોલની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે.આમ પાંચ દિવસથી ભેદી રીતે ગૂમ દીપેનની હત્યાનો ભેદ ખુલ્યો હતો દીપેનની હત્યા તેના જ મિત્રએ કરી હતી,દીપેન પ્રેમમાં બાધારૃપ બનતો હોવાને કારણે મિત્ર હાર્દિકે દીપનનું કટરથી ગળુ કાપી હત્યા કરી હતી.એક મહિનાથી હત્યા કરવા માટે તક શોધતો હતો,મકાન ખાલી કરાવશે તેવો ડર પણ હતો.

