30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની ધ ન્યુ હોરિઝન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન

નવા વર્ષના શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં ઉમંગ અને ઉત્સાહ વધારવા માટે વડોદરા શહેરની ધ ન્યુ હોરિઝન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન “પંડિત દિનદયાલ હોલ, આજવા રોડ” ખાતે કરવામાં આવ્યું હતું.

અત્યારના આધુનિક યુગમાં વિવિધ શાળાઓ બાળકોની પ્રતિભાને નીખારવા અને શૈક્ષણિક કાર્ય સાથે સાંસ્કૃતિક વિકાસને વેગ મળે તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજે છે. તે જ રીતે, ધ ન્યુ હોરિઝન સ્કૂલ દ્વારા “Dear Zindagi..!! Shades of Life” થીમ પર આધારિત એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ જીવનના અનેક મહત્વના પાસાઓને નાટ્યરૂપે રજૂ કર્યા હતા. જેમાં જીવનમાં ભગવાનનું સ્થાન, માતા–પિતાનું મહત્વ, ભાઇ–બહેનનો પ્રેમ, શિક્ષણનું મૂલ્ય, શાળાનું યોગદાન, સોશિયલ મીડિયા નો પ્રભાવ, ગરીબ–અમિર બાળકોની જીવનશૈલી, સમાજનું વર્તમાન પરિસ્થિતિચિત્ર, જીવનનો હાસ્ય, ત્યાગ અને સંઘર્ષ જેવા પ્રેરણાદાયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટીઓ શ્રી જીગ્નેશ ઉપાધ્યાય, શ્રી વિમલ શાહ, શ્રી કેતન પરીખ, શ્રી રાજેન્દ્ર (બાબા સર) ઠક્કર, શ્રી દીપક ઠક્કર અને શ્રી નિકેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી વલ્લભકૃષ્ણ દેવાચાર્ય પી.પી. ગોસ્વામી ૧૦૮ શ્રી બલરાજકુમારજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનાં ઉત્સાહવર્ધક કાર્યની પ્રશંસા કરી હતી.

ટ્રસ્ટી શ્રી જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષણના મહત્વ અને જીવન મૂલ્યો અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

Related posts

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

પાણીપુરી ધંધો ચાલુ કરે એ પહેલા જ આરોગ્યના દરોડા

admin

વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શયામની રાખડીએ આકર્ષણ જણાવ્યું…

admin

Leave a Comment