ઘણા વર્ષોથી કાર્યરત એવી પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળz વ્યક્તિગત અથવા સંસ્થા દ્વારા પ્રાણી અથવા કે પક્ષી દત્તક લઈ શકાય છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઝુ માં કાર્યરત છે રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યો છે પ્રેઝન્ટ પેઝાંત સેક્શનમાં આવેલા 12 પીંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે જેમાં કુલ 24 પક્ષીઓનો સમાવેશ થાય છે આ 12 પિંજરાની માવજત નો વર્ષનો ખર્ચો રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જે ચેક અથવા ડી.ડી વડોદરા મ્યુનિસિપલ કમિશનર ના નામનો બનાવી જમા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ નો આવા પર્યાવરણ લક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પૂર્ણ સાથ સહકાર સંયોગ અને માર્ગદર્શન રહે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
આજરોજ રોટરી ક્લબના આ કાર્યક્રમમા વડોદરા મહાનગરપાલિકાના સયાજી જુના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર, રોટેરિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નયન કોઠારી, રોટેરીયન પિન્કીબેન પટેલ,સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઈસ ચેરમેન જ્યોતિબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર ભાવનાબેન અંગત કારણોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ કાર્યક્રમથી સમાજમાં ખૂબ સારો સંદેશ જાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે.

