ડભોઇ રેલવે સ્ટેશન જે એક સમયે વિશ્વના સૌથી મોટા નેરોગેજ જંકશન તરીકે ખ્યાતિ ધરાવતું હતું, તે આજે રેલવે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું છે. ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક યાદોને સાચવવા માટે અહીં લાખોના ખર્ચે ‘નેરોગેજ હેરિટેજ પાર્ક’ બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ તેની હાલત અત્યંત ખરાબ અને દયનીય જોવા મળી રહી છે કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જે હેરિટેજ પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોવો જોઈએ, ત્યાં આજે ચારેતરફ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ ઐતિહાસિક ધરોહર કચરાપેટીમાં ફેરવાઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે તાળાબંધીથી પર્યટકોમાં ભારે રોષ
હેરિટેજ પાર્કની સૌથી મોટી ખાસિયત તેમાં રાખવામાં આવેલું ફોટો પ્રદર્શન છે. જેમાં ગાયકવાડી જમાનામાં જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારની દુર્લભ તસવીરો.
એક જમાનામાં જ્યારે બળદગાડા દ્વારા ટ્રેનના ડબ્બા ખેંચવામાં આવતા હતા તે સમયના ઐતિહાસિક ફોટા.જૂની સ્ટીમ એન્જિન ગાડીઓ અને રેલવેના વિકાસની ગાથા દર્શાવતા ચિત્રો કમનસીબે, રેલવે તંત્રની નિષ્કાળજીને કારણે આ પ્રદર્શન હોલને મોટાભાગે તાળા મારેલા જોવા મળે છે. દૂર-દૂરથી આવતા પર્યટકો અને મુસાફરો આ કિંમતી વારસો જોયા વગર જ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે વારસાનું જતન કે માત્ર કાગળ પર વિકાસ સ્થાનિક લોકો અને ઇતિહાસ પ્રેમીઓનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા માત્ર દેખાવ ખાતર પાર્ક બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેના મેન્ટેનન્સમાં કોઈ રસ લેવામાં આવતો નથી. જો આ જ પરિસ્થિતિ રહી તો આવનારી પેઢી આ ગૌરવશાળી ઇતિહાસથી વંચિત રહી જશે ડભોઇ હેરિટેજ પાર્કની નિયમિત સફાઈ કરવામાં આવે, ફોટો પ્રદર્શન મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવે અને આ ઐતિહાસિક સ્થળની ગરિમા જાળવવા માટે રેલવે તંત્ર વ્યવસ્થિત વ્યવસ્થા કરે તેવી નગરજનોની માંગ છે

