પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અને હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આપેલા આવેદનપત્રમાં જણાવેલ છે, કે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા તમામ સદસ્યઓએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું, કે છોટાઉદેપુર નગરજનો વતી આવેદન આપીને જણાવીએ છીએ કે પહેલ ગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ યાત્રીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છે. સાથે સાથે આપના માધ્યમથી કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે આ જધન્ય કૃત્યમાં સામેલ આતંકવાદીઓ સામે સખત માં સખત પગલાં ભરવા જોઈએ. કેન્દ્ર સરકાર આતંકવાદી ઓ સામે જે પણ પ્રકારના સખત પગલાં ભરસે એમાં છોટાઉદેપુર ના નગર જનો કેન્દ્ર સરકાર ની સાથે છે. એમ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

