32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની પાલિકાની દબાણ શાખાની ટીમ લગાતાર એક્શન મોડ માં

પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સવાર-સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવી છે. વડોદરામાં વિતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે આજે પણ ચાલુ છે. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર – 6 ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે. અહિંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બુમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લારી ધારકે મીડિયાને જણાવ્યું કે, મારી સેવઉસળ-પૌંઆની લારી છે. અમે પાલિકામાં મહીને રૂ. 1 હજાર ભરીએ છીએ. દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરાનો પરિવાર ચાંદોદ અસ્થિ વિસર્જન માટે જતાં કાર ડિવાઈડર પર ચડીને પલટી ગઈ

admin

વડોદરામાં સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઈને પાલિકાની બડી કચેરી ખાતે બેઠક મળી

admin

પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા

admin

Leave a Comment