સયાજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની રવિવારે મોડી રાતે હત્યા થઈ હતી. ત્યારે આ કૃત્ય માં સામેલ મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત એક મહિલા આરોપી મળી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી તારીખ 22 સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. ત્યારે આ કેસમાં ફરાર વધુ બે આરોપીઓ નાગરવાળાના રહેવાસી 29 વર્ષીય સાબીરહુસેન ઉર્ફે લાખા રજ્જાકભાઇ દુધવાલા અને અમજદખાન હબીબખાન પઠાણને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

