30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ઐયપ્પા મેદાન પાસે નશામાં કારચાલકે લારીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

વડોદરા શહેરમાં વધુ એક બેદરકાર કારચાલકના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. ઐયપ્પા મેદાન પાસે ઓવર સ્પીડમાં આવી રહેલા કારચાલકે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો.

માહિતી અનુસાર, કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછળથી આવતા એક બાઈક સવાર દ્વારા કારચાલકનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જેમાં તેની બેદરકારી સામે આવી હોવાનું કહેવાય છે.

અકસ્માત દરમિયાન કારએ પહેલા એક લારીને ટક્કર મારી હતી અને ત્યારબાદ બેરિકેટ મારેલા ખાડામાં ખાબકી ગઈ હતી. ઘટનાના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કારચાલકને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને લઈ કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા બાદ ઉપનેતા તરીકે શ્રીજહાભાઈ અનુભાઈ દેસાઈની નિમણૂંખ

admin

નિવૃત પોલીસ કર્મચારી દ્વારા અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ

admin

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS મંદિર ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment