વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ બેઠકમાં 31 દરખાસ્તો પર ચર્ચા થઈ, જેમાંથી બે નામંજૂર અને પાંચ કામો મુલતવી રાખાયા. કરોડોની કિંમત ધરાવતી માંજલપુરની વિવાદિત જમીન વર્ષ 2021ના જૂના ભાવે વેચવાની દરખાસ્ત પર સમિતિમાં નિર્ણય લેવાયો નહીં. BRONTO SKYLIFT મરામત માટે રૂ. 45.95 લાખના ખર્ચની દરખાસ્ત વિવાદિત બની. એફોર્ડેબલ હાઉસિંગ ગોટાળામાં પ્રમોદ વસાવા વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય કમિશનર પર ઢોળાઈ ગયો, જે રાજકીય દબાણના સંકેત આપતો મુદ્દો બની રહ્યો છે

