છોટાઉદેપુર તાલુકાના છેવાડાના બોર્ડર વિલેજના ગામડા નાની સઢલી થી મોટી સઢલી અને 25 જેટલા ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં
ગ્રામજનો ભેગા થઈને સૂત્રોચાર કર્યા અને 10 દિવસ માં ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર ને જોડતો રસ્તો છે. તે બંધ કરી દેવાની ચીમકી
12 વર્ષ પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાં એક એક ફૂટ ના ખાડા પડી ગયા છે. જેના કારણે રસ્તા ઉપર થી પસાર થવું મુશ્કેલ છે. વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. શાળાએ જતા બાળકોને નીકળવાની મુશ્કેલી છે. બીમાર દર્દીઓને લઇ જવાની મુશ્કેલી છે. ખાડા ના કારણે વારવાર અકસ્માત થાય છે. અનેક લોકોને ઈજાઓ થાય છે.
વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય ખાડા પુરાવામાં આવતા નથી નવો રસ્તો મંજૂર થઈ ગયો હોવાની તંત્ર વાતો કરે છે. પરંતુ રસ્તો બનાવવામાં આવતો નથી. જેને લઈને ગ્રામજનો ખાડા પુરવા માટે વારવાર રજૂઆત કરવા છતાંય તંત્ર ના અધિકારીઓ ધ્યાન ના આપતા ગ્રામજનો ભેગા થઈ ને સરકાર ને જગાડવા માટે ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. અને 25 ગામોના લોકો એ ચેતવણી આપી છે, કે જો આ માર્ગ ના ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે 56 છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ને જોડતા માર્ગ ઉપર ચક્કાજામ કરીશું તેની જવાબદારી તંત્ર ની રહેશે.

