વડોદરા શહેર લાલબાગ પાણીની ટાંકી થી ઓછા પ્રેશર પાણી આપતા કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકી એ નિરીક્ષણ કરવામાં પહોચ્યા. વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીની પાણીની ટાંકીમાં પાણી નું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં ઓછા પ્રેશર પાણી આપવાની ફરિયાદો કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી ત્યાં અધિકારીઓ દ્રારા જણાવામાં આવ્યું કે મહીસાગર ની પાસે માટી અને કચરો ભેગો થવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી, પથ્થર ગેટ નવાપુરા કહાર મોહલ્લા, મદન જાપા રોડ, તંબોળી વાળ, જેવા અનેક વિસ્તારોમાં ઓછા ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે જેને લઇને કોંગ્રેસના નેતા બાળુ સુર્વે એ લાલબાગ પાણી ટાંકી ની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલનમાં જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી

