Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલ લુંટકાંડનો ભેદ ઉકેલાયો

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી એક આરોપીને ઝડપી પકડ્યો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી સોસાયટી ખાતે વૃદ્ધા સહિતના પરિવારજનોને બેભાન કરી લુંટ કરવાનો પ્રયત્ન કરાયેલ ગંભીર ગુનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. આ કેસમાં સંડોવાયેલ એક આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો છે.

બનાવની વિગત

તા. 18/09/2025ના રોજ બપોરે 3:30 વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા શખ્સોએ કારેલીબાગ મુકતાનંદ સર્કલ નજીક આવેલા મકાનમાં ગુહ પ્રવેશ કર્યો હતો. મકાનમાં તે સમયે 76 વર્ષીય વૃદ્ધા, 20 વર્ષની યુવતી તથા 5 વર્ષનો નાનો છોકરો હાજર હતા. આરોપીઓએ રૂમાલ વડે ઝેરી પદાર્થ સુઘાડી ત્રણેને બેભાન કરી લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમ્યાન મકાનમાં કામ કરતા નોકર (ફરીયાદી) ત્યાં આવી ગયા. આરોપીઓએ તેમને પણ ઝેરી પદાર્થ સુઘાડવાનો પ્રયત્ન કર્યો અને બોથડ પદાર્થ વડે માથા પર પ્રહાર કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં ત્રણેય આરોપી ભાગી છૂટ્યા હતા.

તપાસની દિશા

મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11196027250299/2025 હેઠળ નોંધાયો હતો. માનનીય પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલના સુચનાએ આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી.

DCP હિમાંશુ કુમાર વર્મા તથા ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર અને એન.જી. જાડેજાની ટીમોએ ટેકનિકલ અને માનવીય સૂત્રો આધારે તપાસ હાથ ધરી.

આરોપી રાજસ્થાનમાં ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના પાલી જિલ્લામાંથી શંકાસ્પદ અભિમન્યુ વિક્રમસિંહ રાજપુત (રહે. ગામ ખીંડારા, તા. સુમેરપુર)ને પકડી પાડ્યો. તેની સઘન પુછપરછમાં ખુલ્યું કે મકાનના પૂર્વ ડ્રાઇવર જશવંતસિંહ દેવડાને મકાનમાં મોટી રોકડ રકમ હોવાની જાણ હતી. તેણે આ જાણકારી આધારે અભિમન્યુ રાજપુત તથા વિક્રમસિંહ રાઠોડ (રહે. ધનસા, જી. ઝાલોર)ને વડોદરા બોલાવી ગુનાહિત કાવતરૂ રચ્યું હતું.

14 થી 18 સપ્ટેમ્બર દરમિયાન આરોપીઓ વડોદરાની જુદી જુદી હોટલોમાં રોકાયા હતા અને મકાનની રેકી કરી હતી. લુંટ દરમ્યાન ઉપયોગ માટે ક્લોરોફોર્મની વ્યવસ્થા પણ કરી હતી.

આગળની કાર્યવાહી

ક્રાઇમ બ્રાન્ચે હાલ અભિમન્યુ રાજપુતને કસ્ટડીમાં લઇ વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

હોટલ રેસ્ટોરન્ટોમાં આરોગતા પહેલા ચેતવાની જરૂર

admin

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS મંદિર ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી

admin

શહેરના મકરપુરા ખાતે આજરોજ ન્યૂવેન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ની બીજી ફેક્ટરીનો શુભારંભ કરવામાં આવ્યું

admin

Leave a Comment