Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર મોતના ‘સળિયા’ ડભોઇ નાનોદી ભાગોળ પાસે નર્મદા કેનાલનો ગરનાળો બિસ્માર

ડભોઇ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ડભોઇના નાનોદી ભાગોળ પાસે આવેલી નર્મદા કેનાલના ગરનાળા (નાડા) પરથી સિમેન્ટનું પડ ઉખડી જતાં લોખંડના સળિયા અને પાટા બહાર આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે મુખ્ય સમસ્યાઓ અને જનતાની હાલાકી ખુલ્લા સળિયા અને પાટા: રોડની બંને સાઈડ મોટા ગાબડાં પડી ગયા છે અને લોખંડના તીક્ષ્ણ સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આના કારણે વાહનોના ટાયર ફાટવા અને પંચર પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ટ્રાફિકનું ભારે ભારણ: આ માર્ગ માત્ર સ્થાનિક નથી, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય સ્ટેટ હાઇવે છે. અહીંથી રોજના હજારો પ્રવાસી વાહનો અને ભારે માલવાહક વાહનો પસાર થાય છે નર્મદા પરિક્રમાર્થીઓને મુશ્કેલી: હાલમાં જ તિલકવાડા નર્મદા પરિક્રમા શરૂ થઈ હોવાથી શ્રદ્ધાળુઓનો ભારે ધસારો છે.

રાત્રિના સમયે અંધારામાં આ સળિયા ન દેખાતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થવાની શક્યતા વધી ગઈ છે તંત્રની ઘોર નિષ્કાળજી પર સવાલ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે:
​આ જ માર્ગ પરથી દરરોજ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પસાર થાય છે, તો શું તેમને આ ખાડા અને સળિયા દેખાતા નથી શું સ્ટેટ હાઇવે વિભાગ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?
​લાખો પ્રવાસીઓ જ્યાંથી પસાર થાય છે તેવા VIP રોડની આવી દુર્દશા કેમ અધિકારીઓ ક્યારે જાગશે આ સવાલ અત્યારે ડભોઇની જનતા પૂછી રહી છે. જો વહેલી તકે આ ગરનાળાનું રિપેરીંગ કામ કરવામાં નહીં આવે, તો કોઈ નિર્દોષ વાહનચાલકનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

admin

VMCની દબાણ શાખાની ટીમે ગોત્રી વિસ્તારમાં નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો

admin

સફાઈને લઈને NSUI દ્વારા કચરા ના ઢગલા ને લઈ અનોખો વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment