Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ચાર વર્ષ અગાઉ જર્જરીત બનતા શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી નવી બિલ્ડીંગ ન બની

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાવીજેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા ચાર વર્ષ અગાઉ જર્જરીત બનતા શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી બિલ્ડીંગ ન બનતા બાળકોને વન વિભાગના જર્જરીત મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ પાવીજેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. 30થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચાર વર્ષ અગાઉ શાળાનું બિલ્ડીંગ જર્જરીત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતું. આજ દિન સુધી શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી. હાલ બાળકો વન વિભાગના જર્જરીત મકાનમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને વન વિભાગના મકાનની બહાર ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. અને રૂમની અંદર શાળાની સામગ્રી મુકવામાં આવેલ છે. અને બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકો જીવના જોખમે બેસી અભ્યાસ કરે છે. આ શાળાની અંદર મહેકમ પ્રમાણે બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ એક જ શિક્ષક હાલ ફરજ બજાવે છે. મહત્વની વાત એ છે કે બાળકોને અભ્યાસ માટે બ્લેક બોર્ડ હોવું જોઈએ તે પણ મૂકવામાં આવતું નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને વધારે વરસાદ પડે તો બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવે છે. કારણ કે વન વિભાગના મકાનમાં પાણી ટપકે છે. સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી શાળાના બિલ્ડીંગ બન્યા નથી. શું આ રીતે ભણશે ગુજરાત? બાળકોને ભણીને આગળ વધવું છે. પરંતુ શાળાનું બિલ્ડીંગ નથી. વહેલી તકે સરકાર દ્વારા શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Related posts

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલરીયા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. 50 લાખના ખર્ચે તળાવ ચોખ્ખું કરવામાં આવશે.

admin

Leave a Comment