40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ના કીડી ઘોઘાદેવ ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળ મેળાની ઉજવણી કરવામાં આવી.

કીડીઘોઘાદેવ ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઇ સર્જનાત્મકતા અને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સ્પર્ધા યોજાઇ જેમાં કેસ ગૂંથવા,મહેંદી,માટીકામ,ચિત્ર સ્પર્ધા અને વેશભૂષા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી શાકભાજી વગેરે લાવી સ્ટોલ પર તેનું વેચાણ કર્યું,જેનાથી તેમનામાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તે ઉપરાંત, રમતગમતની સ્પર્ધાઓ જેવી કે લીંબુ-ચમચી, કોથળા કૂદ, સંગીત ખુરશી વગેરેનું શાનદાર આયોજન કરવામાં આવ્યું,જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળા સ્ટાફના સફળતા પૂર્વક ના પ્રયાસો અને ઝીણવટભર્યા આયોજનથી આ બાળ મેળો સફળ અને યાદગાર બનાવવા આવ્યો હતો. બાળમેળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થાય તે મુખ્ય હેતુ હતો.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ચૂંટણીની બબાલમાં ગોળી મારી યુવકની હત્યા

admin

છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને ખાંડનો જથ્થો 24 તારીખ થઈ જવા છતાંય ના મળ્યો

admin

પાણીબાર રામ ટેકરી ખાતે ૧૩૮ જેતપુર પાવી વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું

admin

Leave a Comment