છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેને લઈને બોડેલીના નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે.
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બોડેલીના નગરજનોમાં ખુશી વ્યાપી છે. પરંતુ હવે લોકોને સરપંચ રાજ માંથી મુક્તિ મળશે. અને ગ્રામ પંચાયતના વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આવતી હતી. જેનાથી પાંચ ગ્રામ પંચાયતોનો વિકાસ થતો ન હતો.
બોડેલી નગરપાલિકા બનાવાતા પાંચ ગ્રામ પંચાયતોનો વિકાસ થશે. અને બોડેલી નગર વેપારની દ્રષ્ટિએ જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. પાઇપની ફેક્ટરી અને કપાસ ખરીદવાની જીનો પણ બોડેલીમાં સૌથી વધારે છે. વેપાર ધંધા માટે બોડેલી જિલ્લામાં સૌથી મોટું શહેર છે. નગરપાલિકા બનતા લોકોમાં ભારે ખુશી વ્યાપી છે.

