સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતીની ઉજવણી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં તલાટી ઓફિસ આવેલ છે તેની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પોપડા ઉઘડી ગયા છે કલર ઉખળી ગયો છે અને આજુબાજુમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે સાથે જે સત્તાધીશો અધિકારીઓની જવાબદારી છે તે પોતાની જવાબદારી ક્યાંક નિષ્ફળ નીળવ્યા છે વડોદરા શહેરમાં અનેક મહાનુભાવો ની પ્રતિમાઓ આવેલી છે તેની જાળવણી નિભાવણી કરવામાં પણ વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ છે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભેગા કર્યા હતા સાથે દેશની આઝાદીમાંખુબ જ મોટો સિંહ ફાળો આપ્યો હતો ત્યારે હાલ 150મી જન્મ જયંતી છે ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમા ને જોઈને નાગરિકોની લાગણી દુભાઇ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો – અધિકારીઓ જાગે અને વહેલી તકે સરદાર વલ્લભભાઈની પટેલની પ્રતિમાની સુંદર બનાવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી હતી

