ડભોઇ: એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં નર્મદાના તટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના તેજપુરા ગામે વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે. અહીં આંગણવાડીના મેદાનમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા આજે તંત્ર અને ગ્રામ પંચાયતની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.ગંદકી અને ઝાડી-ઝાંખરા વચ્ચે ‘સરદાર’ કેદ સ્થાનિક અહેવાલો મુજબ, તેજપુરા ગામની આંગણવાડીના કમ્પાઉન્ડમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની હાલત અત્યંત દયનીય છે. પ્રતિમાની આસપાસ: ચારેતરફ ગાંડા બાવળ અને કચરાના ઢગલા જામ્યા છે.
પ્રતિમાની યોગ્ય જાળવણીના અભાવે તે ધૂળ ખાઈ રહી છે.સૌથી દુખદ બાબત એ છે કે, લોખંડી પુરુષની આ પ્રતિમા હાલ ખંડિત અવસ્થામાં જોવા મળી રહી છે.સરકારના દાવાઓ વચ્ચે વિરોધાભાસરાજ્ય સરકાર સરદાર સાહેબના આદર્શો અને તેમના સન્માનની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગ્રામ્ય સ્તરે સરદાર સાહેબની પ્રતિમાઓની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેજપુરા ગામના આ દ્રશ્યો દેશના મહાપુરુષ પ્રત્યેની બેદરકારીની ચાડી ખાય છે સ્થાનિકોનો રોષ: ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે જો સરકાર કરોડોના ખર્ચે મોટી પ્રતિમાઓ બનાવી શકતી હોય, તો ગામડામાં આવેલી પ્રતિમાઓની સાફ-સફાઈ અને મરામત કેમ કરાવી શકતી નથી શું વહીવટી તંત્ર આ ખંડિત પ્રતિમાની મરામત કરાવશે?
શું આંગણવાડીના મેદાનમાંથી ગંદકી અને ઝાડી-ઝાંખરા દૂર કરી સરદાર સાહેબને યોગ્ય સન્માન અપાશે?

