40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરા આવી રહ્યા છે ત્યારે તંત્ર કામે લાગી ગયુ

૧૯ તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરાના સાવલીમાં મહી રીવરનુ ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે તંત્ર કામે લાગી ગયુ છે જેમાં રોડની મરમત પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોય ત્યારે સરકારી કામમાં જ બાળક બાળમજૂરી કરતો હોય એવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ૬ ધોરણમાં ભણતો બાળક સ્કુલ જવાને બદલે રોડનું કામ કરી રહ્યો છે. ત્યારે આ બાબતે ઘણાં સવાલ ઊભા થાય છે? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જો સરકારી તંત્ર જ આંખ આડાં કાન કરતું હોય તો પછી સામન્ય લોકોનું શું? સ્કુલ જતાં બાળક પાસે કામ કરાવતા આ બેજવાબદાર કોન્ટ્રાકટર સામે તંત્ર શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ પદભાર સંભાળ્યો

admin

ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ

admin

ડભોઇ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો

admin

Leave a Comment