છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અવાડિયામાં ગેડીયા, ડુંગરવાટ,સીમલીયા,કેવડી, કોટાલી,સંખેડા અને કોલિયારી વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રકો અને ૧૫ ટ્રેકટરોને ઝડપી પાડયા હતા. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વઘુ તપાસ હાથ ધરેલ છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

