ડભોઇ તાલુકાના બોરીયાદ ગામે એક અસામાન્ય અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જેણે આખા પંથકમાં ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે જે કપિરાજ (વાંદરો) ને જોઈને અન્ય પ્રાણીઓ દૂર ભાગતા હોય છે તે જ કપિરાજ અને એક ભેંસ વચ્ચેની અનોખી દોસ્તી અહીં સૌનું ધ્યાન ખેંચી રહી છે. આ બે અલગ-અલગ પ્રજાતિના પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની આ મિશાલ જોવા માટે લોકોના ટોળાં ઊમટી રહ્યા છે.
ડભોઈ તાલુકાના બોરીયાદ ગામમાં રોજ સવારે આ કપિરાજ આવી પહોંચે છે અને સીધો ભેંસ પાસે જઈને તેની સાથે હળેમળે છે. આ દોસ્તી એટલી ગાઢ છે કે કપિરાજ આખો દિવસ ભેંસની આગળ-પાછળ ફરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે કપિરાજ બિન્દાસ રીતે ભેંસની પીઠ પર બેસી જાય છે, જાણે તે તેનો નિયમિત સવારી સાથી હોય આ દ્રશ્ય એટલું આકર્ષક છે કે ગામલોકો અને આસપાસના વિસ્તારના લોકો આ અલૌકિક દોસ્તી પોતાની નજરે જોવા માટે ખાસ બોરીયાદ ગામની મુલાકાત લે છે.
પશુઓ અને વન્યજીવો વચ્ચે આવી ઘનિષ્ઠ અને નિર્દોષ મિત્રતા બહુ ઓછી જોવા મળે છે બોરીયાદ ગામની આ ઘટના પ્રકૃતિના અદ્ભુત સંબંધો અને પ્રેમની તાકાતનો જીવંત પુરાવો આપે છે. આ દોસ્તી માત્ર ગામલોકો માટે જ નહીં, પણ સમગ્ર સમાજ માટે એક સંદેશ છે કે પ્રેમ અને સંબંધો માટે જાતિ, પ્રજાતિ કે સરહદો કોઈ મહત્વ રાખતી નથી મહત્વના મુદ્દાઓ ડભોઇ તાલુકાનું બોરીયાદ ગામ
મુખ્ય આકર્ષણ: કપિરાજ (વાંદરો) અને ભેંસની અનોખી દોસ્તી કપિરાજ દરરોજ સવારે આવે છે

