વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા Special Intensive Revision (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય ૩૧/૦૩/૨૦૨૬ સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં BLOને 2002ની મતદારયાદી તથા BLOને Training આપવા આવે તેવી રજૂઆત જિલ્લા નીવાસી કલેકટરને કરવામાં આવી..
ભારતના ચૂંટણી પંચ દ્વારા Special Intensive Revision (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ સુધીનો રાખેલ છે જે મતદારયાદી સુધારા માટે ખુબજ ઓછો હૉય. નિમણુંક કરેલા BLO પાસે માહિતીનો અભાવ હોવાને કારણે મતદાર ને નોંધણી કરવા માટે સમયગાળો લાગતો હોય યગાળો લાગતો હોય છે જેથી કરીને હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ૩૧/૦૩/૨૦૨૬ સુધીનો લંબાવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

