32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 62. 22 કરોડ ના ખર્ચે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું….

વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા શહેરમાંથી વહે છે અને શહેર માટે મહત્વની પાણી પુરવઠાની સંસાધન રહી છે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણના પ્રભાવ હેઠળ, આ નદી આજે ભારે દૂષિત થઈ ગઈ છે. નદીમાં ઉદ્યોગોના કેમિકલ વેસ્ટ, નગરના ગટરના પાણી અને ઘરના કચરાના નિકાલથી પ્રદૂષણ વધી રહ્યું છે, જે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના દૂષણને રોકવું આપણું સામૂહિક જવાબદારી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ નદી માત્ર એક ગંદા ગટરના પ્રવાહમાં પરિવર્તિત થઈ જશે. સરકાર, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો તમામે મળીને નદીના પુનર્જીવન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. “નદી બચાવો, જીવન બચાવો” એ સિદ્ધાંત અનુસરવો આજની આવશ્યકતા છે અને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર દબાણના કારણે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પુર ની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્ર નદી ને ઊંડી અને પહોળી કરવાનું પ્રોજેક્ટ હાથ દોરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુરતમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, ગુજરાત સરકારના મુખ્ય દંડક, સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા પોલીસે સે પંગા મેહેગા પડેગા…

admin

દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ ધારાસભ્ય કેતન ઇનામદારે કરી સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત

admin

ડભોઈ તાલુકાના થુવાવી પાટીયા નજીક ગરમા ગરમ પોંકની હાટડીઓ શરૂ શિયાળાની ઠંડીની મોસમમાં

admin

Leave a Comment