વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપૂર જોવા મળે છે ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ્સ સાથે ઉત્સાહના હિલોળા પર જોવા મળી રહ્યો છે માતાજીનું ચાચર ચોક સામેના ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીગળ ડ્રેસિસમાં સજ્જ યુવક-યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘૂમે છે ત્યારે સમય ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે ગરબા રમવા આવેલા અને મુલાકાતીઓમાં અનોખું આકર્ષણ જમાવે છે પીલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજરોજ આયોજીત નવરાત્રી છઠ્ઠો નોરતે ગરબા માં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આયોજીત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પીલોલ ગામ સહિત આસપાસના ગામે લોકો માટે સંખ્યામાં આ ગરબા માં ખેલૈયાઓ ભક્તિ ભાવ હર્ષભેર ઘણા ઉત્સાહ થી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિ પૂર્ણ રીતે નવરાત્રી નું પર્વ ઉજવવામાં આવે છે વેરાઈ માતાજી યુવક મંડળ ના માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માજી સરપંચ વિપુલભાઈ પરમાર પીલોલ ગામ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

