ગુજરાતના હેમંત શિરકે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ગુજરાત તરફથી રીપ્રેઝન્ટ કરી આ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. આ કોમ્પિટિશન પાવર લેફ્ટિંગ ઇન્ડિયા ફેડરેશનના નેતૃત્વમાં યોજાય હતી.જેમાં સમગ્ર ભારતદેશના રાજ્યોમાંથી અલગ અલગ યુવાનોએ ભાગ લીધો હતો તેવી જ રીતે ગુજરાતમાં વડોદરા શહેરમાંથી હેમંત શિરકે ભાગ લીધો.45 વર્ષની ઉમરે તેમણે આ પ્રતિયોગીતા માં વિજય હાસિલ કર્યો છે. જે આપણા ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત છે. અને આ પ્રતિયોગીતા જીતવાનો શ્રેય હેમંત પોતાના શિક્ષકને અજિંક્ય sir ને માને છે જેમણે આ પ્રતિયોગિતામાં જીત હાસિલ કરવા માટે માર્ગદર્શક રૂપે ભાગ ભજવ્યો હતો.

