40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલનું ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષામાં 100 ટકા રીઝલ્ટ આવતા ગામોમાં ઉત્સવનો માહોલ

ડભોઈ ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું, વડોદરા જિલ્લાનું પરિણામ 76. 65ટકા અને ડભોઈ કેન્દ્રનું પરિણામ 67 ટકા જેટલું આવ્યું છે, જેમાં ડભોઇ તાલુકા ના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય નું 100 ટકા રીઝલ્ટ આવતા ગામોમાં ઉત્સવનો માહોલ,ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા,માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં.ડભોઈ કેન્દ્રમાં ડભોઇ તાલુકા ના 6 કેંદ્ર પૈકી 32 શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ડભોઇ તાલુકા નું પરિણામ 67 ટકા જેટલું આવ્યું અને તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળાનું, પરિણામ 100 ટકા આવતા ગામમાં તેમજ વિધાર્થીઓ માં આનંદ અને ઉત્સવ નો માહોલ જોવા મળ્યો,ડભોઇ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળા 2024 માં ગઈ સાલ 87 ટકા લાવી કેન્દ્ર માં પ્રથમ ક્રમે રહી હતી.જ્યારે ચાલું વર્ષે 2025 માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં 100% રિઝલ્ટ લાવી ડભોઇ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો,શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળામાં તમામ શિક્ષક સ્ટાફ શાળાનું મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ અત્યારે શાળા 100%રિઝલ્ટ લાવવામાં સફળ રહી હતી,પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને તેઓની શાળાના. સંચાલક મંડળ સાથે શાળાના આચાર્ય તેમજ શાળા પરિવારે અને ગ્રામજનો દ્વારા.અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે હૃદય પૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Related posts

વડોદરાના તરસાલી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવના મહેમાન પક્ષીઓ ખેડૂતો માટે બન્યા આફત

admin

વડોદરામાં વકીલો માટે ‘IPL’ સ્ટાઈલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ : 6 ટીમો વચ્ચે જામશે જંગ

admin

Leave a Comment