જે મામલે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો.
વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર ભૂમિકાબેન રાણા ના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેમના ઘંટી ખાતે નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપભેર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના કોર્પોરેટર ના પિતા તેમના અનાજની ઘંટી માંથી કોઈ ડંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને વ્યક્તિને માર મારે છે તે પ્રકારે કથિત રીતે જણાય આવી રહ્યું છે આ જ પ્રકારનો બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે તે જણાઈ આવી રહ્યું છે. હવે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે. ભાજપના કોર્પોરેટર ના પિતાના ફટકાબાજી નો ભોગ બનનાર દિનેશ સોલંકી જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી જેની બીજા દિવસે રાખીને બેઝબોલ થી તેમને મારવામાં આવ્યા છે હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થયા છે તો બીજી બાજુ કોર્પોરેટર ના પિતાના આક્ષેપો છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો જેને લઈને માથાકૂટ થઈ હતી જે બાબતે તેને માફી પણ માંગી હતી બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી પર આવ્યો મને ઉશ્કેરવા લાગ્યો જેથી મે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. હવે આ મામલાની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશન ની ટીમે શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું…

