છત્તીસગઢના રાયપુરમાં અમિત વઘેલ દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજી વિરુદ્ધ કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં અને ખાસ કરીને સિંધી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગુજરાતના વડોદરા શહેરમાં પણ આ મુદ્દે સિંધી સમાજ સાથે અન્ય સમાજોએ મળીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. લહેરીપુરા ખાતે આવેલા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજીના મંદિરે, લહેરીપુરા સિંધી વેપારી મંડળના તમામ સભ્યો,સંત માતા માયાદેવી દરબારના સાંઈ કમલેશ લાલજી, શ્યામભાઈ વાસવાણી (શ્યામ બેગના ઓનર),રાજકુમાર ચંદાની,કોમલબેન કુકરેજા, બોબીભાઈ છુટાણી સહિત અન્ય અનેક માન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌએ અમિત વઘેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી કરી હતી જેથી આવું વર્તન ફરી કોઈ વ્યક્તિ દ્વારા ન થાય અને ધાર્મિક સૌહાર્દ અખંડિત રહે.

