30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન આપવા તિરંગા યાત્રા

138 જેતપુર પાવી વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન આપવા પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જશુંભાઈ રાઠવાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ

ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. ત્યારે સેના અને સરકારનું મનોબળ મજબૂત બને તે માટે ઠેરઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. તેવાં સમયે માં ભારતીના વીર જવાનોના શૌર્યને વધાવવા માટે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરી થી લઈ પાનવડ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેના માં ફરજ બજાવી ચૂકેલ નિવૃત જવાનોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પાનવડ મુકામે ‘વન નેશન વન ઇલેક્શન’ ના સમર્થનમાં વિચાર ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા મહિલા ઉપ પ્રમુખ આશા બેન પંચોલી, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સંગઠનના સૌ હોદેદારઓ તેમજ વિસ્તારના સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

મોટર સાયકલ ચોરીના કુલ-૧૧ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં બે કલાક મા બે ઇંચ વરસાદ પડતા કૂકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમા વરસાદી પાણી ભરાયા હતા.

admin

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેર મેળા ૨૦૨૫ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

admin

Leave a Comment